બનાસકાંઠા : કતલખાને જતાં અબોલજીવોને ડીસા પોલીસ દ્વારા છોડાવી કાંટ પાંજરાપોળમાં મુક્યા..!

admin
1 Min Read

ડીસાના જાણીતા વકીલ દ્વારા સોસીયલ મીડિયામાં ડીસા ગવાડી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પશુઓની હેરાફેરી થાય છે તેને લઈને પોલીસ પર કટાક્ષની અસર જોવા મળી હોય તેમ ડીસાના રાજમંદિર ત્રણ રસ્તા નજીક શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતાં. તે દરમ્યાન પશુઓ કતલખાને લઇ જવાતા હોવાનું માલુમ પડતાં પોલીસે પીકઅપ ડાલા સહિત બે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ ડીસાના રાજમંદિર ત્રણ રસ્તા નજીક વાહન ચેકીંગમાં ઉભા હતાં.

જે દરમ્યાન એક પીકઅપ ડાલા ઉપર શંકા જતાં તેને રોકાવી તપાસ કરતાં બે ભેસ અને પાંચ નાના પાડા ઘાસચારા વગર અને પાણી વગર ખીચોખીક ભરેલા મળી આવ્યા હતાં. જેથી પોલીસે પીકઅપ ડાલાના ચાલક અને બાજુમાં બેઠલ ઇસમને પુછપરછ કરતાં તેમની પાસે કોઇ પાસપરમીટ મળી આવ્યા ન હતાં. જેથી પોલીસે આ પશુઓને કતલખાને લઇ જવાતા હોવાનું જાણવા મળતાં પોલીસે પીકઅપ ડાલા, બે ભેંસ, નાના પાડા સહીત કુલ મુદામાલ ૩,૯૫,૦૦૦ કબજે લઈ પીકઅપ ડાલાનો ચાલક સુભાનખાન રહેમાનખાન તથા મહંમદશાયર અબ્દુલસમદ કુરેશીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સાત પશુઓને ડીસા ની કાંટ રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે ખસેડાયા હતા…

Share This Article