બનાસકાંઠા : ખોડા ચેકપોસ્ટ ખાતેથી ઝડપાયો દારુનો જથ્થો

admin
1 Min Read

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગુજરાતમાં મોટાપ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ઘમાસાણ મચી ગયુ છે. તેમાંય ગુજરાતના CM વિજય રૂપાણી અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આ મામલે આમને સામને આવી ગયા છે. જોકે આ ચાર દિવસની અંદર રાજ્યમાંથી લાખો રુપિયાનો દારુ ઝડપાયો છે. ત્યારે બનાસકાંઠાના ખોડા ચેક પોસ્ટ ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારુ ભરેલ ટ્રેલર પોલીસે ઝડપી પાડ્યુ છે. લાખોનો વિદેશી દારુ લઈને આવી રહેલ ટ્રેલરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. થરાદના ડીવાયએસપી અને તેમના સ્ટાફે ભારતીય બનાવટના વિદેશી દારુની 29 લાખની કિમતની 6 હજાર બોટલો ઝડપી પાડી છે.  હાલ પોલીસે ટ્રેલર ચાલકને ઝડપી પાડી દારુના સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article