બનાસકાંઠા : ફોરણા ગામે આવેલ ઐતિહાસિક ચેહર માતાજીના મંદિરના ભુવાજીએ લોકોમાં જાગૃતિ લાવવા માટે અપીલ કરી

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટયો છે.  શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ કોરોના લોકોને ભરખી રહ્યો છે ગામડાઓમાં પણ અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાવહ જેવી બની ગઈ છે તેમ છતાં પણ બે દિવસ અગાઉ લાખણી તાલુકાના નાનાકાપરા ગામમાં એક રમેલનું આયોજન કરી 300 થી પણ વધુ લોકોનું ટોળું એકઠું થયું હતું. જે મામલે આયોજક,  ભુવાજી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાય છે. ત્યારે બીજી તરફ દિયોદર તાલુકાના ફોરણા ગામે આવેલ ચેહર માતાજીના મંદિરના ભુવાજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોરોના મહામારીના સમયમાં આ મંદિર એક મહિના માટે બંધ કરવામાં આવ્યું છે જેથી લોકોના ટોળા ન થાય,  લોકો ઘરે જ રહે અને કોરોના મહામારી સામે લડી શકાય. કોરોનાની ચેન તોડવા માટે મંદિરના ભુવાજી નરસીભાઇ દેસાઈએ તેમના ભક્તોને અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ આપી રહ્યા છે,  સાથે જ તમામ લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સરકારી ગાઈડલાઈન નો  પૂરેપૂરો અમલ કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે અપીલ કરી રહ્યા છે

Share This Article