બનાસકાંઠા : કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકશાન

admin
1 Min Read

બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસતા હાલમાં ખેતરોમાં ઉભેલા કપાસના પાક અને મગફળીમાં ભારે નુકસાન થઇ રહ્યું છે. વારંવાર આવી કુદરતી હોનારતમાં ખેતીમાં વ્યાપક નુકસાન થતા જગતનો તાત ગણાતા ખેડૂતો એકદમ પાયમાલ થઇ જઈ કંગાળ થવાના આરે ઉભેલ છે. બનાસકાંઠાનો અમીરગઢ પંથક મુખ્ય ખેતી અને પશુપાલન પર આધારિત હોવાથી અગાઉ નવરાત્રીમાં પણ સતત ચાર દિવસ વરસાદ થતા તૈયાર થયેલ મગફળીનો પાક ઉગી નીકળ્યો હતો. જેમાં મોટુ નુકસાન થતા ધરતી પુત્રો વિમાસણમાં મુકાઈ ગયા હતા અને હવે આ કમોસમી વરસાદમાં કપાસ અને મગફળીનો સોથ વળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો અગાઉના નુકસાનની મૂંગી મારમાંથી ઉભર્યા ના હતા તેવામાં એકવાર ફરી નુકસાન વેઠવવાનો વારો આવતા ખેડૂત માત્ર  સરકાર પાસે વિગતવાર સર્વે કરી નુકસાનના સારા વળતરની આશ રાખી રહ્યા છે.

Share This Article