બનાસકાંઠા : પાલનપુરના ગઠામણ ગામે સ્વચ્છતા અભિયાન

admin
2 Min Read

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યુ હતું.  સ્કુલના વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે મળીને સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હાથ ધર્યુ હતું અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સ્વચ્છતા અભિયાન એ આપણા અને આપણા પરિવાર માટે ખૂબ જરૂરી છે. સાથે જ ગંદકીના કારણે ફેલાતા રોગચાળાને પણ સ્વચ્છતાના માધ્યમથી જ ડામી શકાય છે. થોડા દિવસો પહેલા ગામના અંદર ઠાકોર સમાજની દિકરીનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યુ હતું. તેમજ અન્ય લોકોના પણ કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા. જેને લઈ ગ્રામજનોએ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાન સંદેશના ભાગરુપે ગામમાં સાફ સફાઈ શરુ કરવામાં આવી હતી. ગામના પ્રાઈમરી સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો દ્વારા ગંદકી દૂર કરવામાં આવી હતી.

સાથે બીજા પણ ગામમાંથી પોઝિટિવ ડેન્ગ્યુનો રિપોર્ટ આવવા લાગ્યા ત્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે સ્વચ્છતા અભિયાન પુરા ભારત દેશમાં ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગઠામણ ગામ ની ગ્રામ પંચાયતની પાસેથી ગામના જાપાથી ગામની પ્રાઇમરિ સ્કૂલ સુધી જ્યાં કચરો હતો લેવામાં આવ્યો અને આગળ ડેન્ગ્યુ જેવા ભયાનક રોગનો કોઈ શિકાર ન બને એ માટે ગામના લોકોને જાગૃત કર્યા અને જ્યાં જ્યાં કચરો કે ગંદુ પાણી દેખાય એ જગ્યા સ્વચ્છ રાખવા વિનંતી કરી સાથે ગામના લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરી પ્લાસ્ટિક થી થતા રોગો વિશે જાણકારી આપી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઇએ માહિતગાર કર્યા બનાસકાંઠા એકતા મંચ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ ઠાકોર હિતેન્દ્રભાઈ ચૌધરી સાથી મિત્રો અને આચાર્યશ્રી રમેશભાઈ  કપુરજી ઠાકોર શિક્ષક ગણ વિદ્યાર્થીગણ અને ગામના લોકો સાથે મળી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું

Share This Article