બનાસકાંઠા : ડીસાની એસી ડબલ્યુ હાઇસ્કૂલમાં સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરાયું

admin
1 Min Read

ડીસા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની છેલ્લા ઘણા સમયથી માગણી હતી કે શહેરમાં સાયન્સ કોલેજ હોવી જોઈએ અને લોકોની રજૂઆતને ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા સાયન્સ કોલેજની મંજૂરી માંગવામાં આવી હતી જે મંજૂરી મળી જતા સાયન્સ કોલેજનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું

ડીસા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બહાર ન જવું પડે અને ડીસા માં તેમને નજીવા ફી માં સાયન્સનો અભ્યાસ કરવા મળે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેર ની એસી ડબલ્યુ હાઈ સ્કૂલના કેમ્પસમાં નવી સાયન્સ કોલેજ બનાવવાની મંજૂરી માગવામાં આવી હતી અને આ કોલેજની મંજૂરી મળી જતા શુક્રવારે શહેરના ધારાસભ્ય શશીકાંત પંડયા ના હસ્તે નવી સાયન્સ કોલેજ નું ખાતમુરત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢ પાલિકા પ્રમુખ રાજુ ઠક્કર સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા…

Share This Article