બનાસકાંઠા : અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા

admin
1 Min Read

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલ યાત્રાધામ છે અને આ યાત્રાધામ અંબાજી મંદિર ને ગોલ્ડન ટેમ્પલ ના નામે પણ ઓળખાય છે અને આ અંબાજી મંદિર મા રોજબરોજ લાખો ની સંખ્યા મા જગત જનની માં અંબા ના શ્રદ્ધાળુઓ આવતા હોય છે પણ હાલ મા કોરોના ની બીજી લહેર વધુ ભયાનક હોવાથી આ અંબાજી મંદિર તારીખ 14/4/2021 થી સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યુ હતુ અને તેની સાથે જ ગબ્બર માનસરોવર વગેરે અંબાજી મંદિર ની નિગરાની માં આવતા દરેક મંદિર સંપૂર્ણ પણે સરકાર શ્રી ના આદેશ અનુસાર સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા હતા

ત્યારે સરકાર શ્રી ના આદેશ અનુસાર અંબાજી મંદિર, ગબ્બર મંદિર તેમજ અન્ય સ્થળો યાત્રિકો માટે સંપૂર્ણ પણે ખોલવામાં આવ્યા છે તેની સાથે જ અંબાજી ખાતે યાત્રિકો ની ભારે ભીડ જોવા મળી રહી છે અને દરેક યાત્રિકો મા આજે ખુશી ની લાગણી જોવા મળી રહી છે અને અંબાજી મંદિર દર્શને આવતાં દરેક યાત્રિકો ના મુખે એક અલગ નજારો જોવા મળી રહ્યો છે અને દરેક યાત્રિકો ના મુખે બોલ મારી અંબે જય જય અંબે ના નાદો સંભળાઈ રહ્યા છે

Share This Article