બનાસકાંઠા : ધાનેરા તાલુકામાં સ્થાનિક તંત્ર મહેરબાન, ગોચરની જમીનમાંથી બિન અધિકૃત માટીનું ખનન

admin
1 Min Read

ધાનેરા તાલુકામાં ખાણખનિજ ખાતાની રહેમ નજર હેઠળ સરાલ ગામના પુલની બાજુમાં નદીના વ્હોળામાંની જમીનમાથી અને નદીમાંથી ખુલ્લેઆમ ટ્રેકટરો અને જેસીબી મશીન દ્વારા બિન  અધિક્રુત રીતે માટીની ચોરી થઈ રહી છે.. એ પણ સ્થાનિક તંત્રની નજર સામે જ…આ બાબતે ધાનેરા મામલતદારશ્રીને ટેલીફોનીક વાતચીત કરતાં મામલતદારશ્રી એ જણાવ્યું હતું કે આ ખાણખનિજ ખાતાની જવાબદારીમાં આવે છે.. એટલે અમે કઈજ કરી શકીએ તેમ નથી.. ખાણખનિજ વિભાગને જાણ કરો અને અમોને લેખિતમાં અરજી આપો.

 

 

 

ભ્રષ્ટાચારના ભોમિયા એવા અમુક રાજકીય નેતાઓ કે પછી નેતાઓના ચમચાઓની લાગવગથી આજે પણ કુદરતની દેન એવી ખનીજ ઉપજોને પોતાનાની જાગીર સમજી ગયા હોય એમ ચોરી કરતા રહે છે. આ ખનીજની ખુલ્લેઆમ થતી ચોરી અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને રોયલ્ટી ભર્યા વગર અને પાસ પરમીટ વિનાના ઓવરલોડ ટ્રેકટરો દ્વારા ખુલ્લેઆમ-માટીની ચોરી કરી રહ્યા છે. જ્યારે રેતી ભરીને જતા ટ્રેકટરોના ડ્રાઈવરોને પુછતાં જણાવ્યું કે તમારાથી થાય તે કરીલો અમે ઉપર સુધી હપ્તાઓ આપીએ છીએ અને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે શુ જીલ્લાના ખાણખનિજ વિભાગના અધિકારીઓ આ માટીની ચોરી કરતા ઈસમો સામે દંડનીય કાર્યવાહી કરશે કે કેમ તે તે એક મોટો સવાલ છે

Share This Article