દિલ્હીમાં શુદ્ધ ઓક્સિજનની હવાનો બાર

admin
1 Min Read

આજકાલ શહેરોમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોને અનેક બીમારી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં હવે તો દિલ્હીમાં જ નહીં પરંતુ અન્ય ઘણી જગ્યાએ પ્રદુષણ વધી રહ્યું છે. જેના કારણે શરદી-ઉધરસ, ગળા અને આંખમાં ઇન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યા જોવા મળે છે.  જોકે ,આ સમસ્યાનો જુગાડ દિલ્હીમાં આવેલ ઓક્સિજન બારે શોધી લીધો છે. ‘ઓક્સિ પ્યોર’ બાર દેશનો પ્રથમ બાર છે કે, જે શ્વાસમાં લેવાલાયક ઓક્સિજનની ઓફર કરે છે. ઓક્સિ પ્યોર બાર નવી દિલ્હીમાં સિટીવોલ્ક મોલ, સાકેતમાં આવેલો છે. મળતી માહિતી અનુસાર, અહીં આવતા ગ્રાહકોને ફ્રેશ એર શ્વાસમાં લેવા માટે 15 મિનિટનાં 299 રૂપિયા ચૂકવવા પડે છે. ઉપરાંત અહી થેરાપી પણ આપવામાં આવે છે, જેનાથી યાદશક્તિમાં વધારો, એકાગ્રતા, વધુ એનર્જી લેવલ અને ડિપ્રેશનથી છૂટકારો મળી શકે છે. એક થેરાપીમાં ગ્રાહક 4થી 5 વખત નોર્મલ ઓક્સિજન શ્વાસમાં લઈ શકે છે. કંપનીનો દાવો છે કે, ફિલ્ટરની મદદથી પ્રોડ્યુસ થયેલ ઓક્સિજન 95 ટકા પ્યોર હોય છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે,આ બારની મુલાકત લેતા કસ્ટમર વિવિધ ફ્લેવરમાં શુદ્ધ ઓક્સિજન લઈ શકે છે. જેમાં ઓરેન્જ, ચેરી, વેનીલા, બદામ, લેવેન્ડર, તજ, ફુદીનો અને નીલગિરી ફ્લેવર સામેલ છે. જોકે, આ જ પ્રકારનો બાર ઇંગ્લેન્ડમાં પણ આવેલો છે.

Share This Article