ભરૂચ : ૧૦૮ની સેવા રંગ લાવી, એક મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં માર્ગમાં જ સફળ પ્રસુતિ કરાવી…

admin
1 Min Read

૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કટોકટીના સમયે પ્રસુતા મહિલાઓ માટે ઘણીવાર ફળદાયી સાબિત થઇ છે. કરજણ તાલુકામાં ૧૦૮ ના કર્મીઓએ એક મહિલાને પ્રસુતિનો દુખાવો ઉપડતા માર્ગમાં જ સફળ પ્રસુતિ કરવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગણપતપુરા ગામના સાવિતીબેન વસાવાને પ્રસુતિનો દુઃખાવો ઉપડયો હતો. 108 ને ફોન કરીને બોલાવતા 108 દ્વારા સાવિતીબેનને કરજણ સરકારી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે સાવિતીબેનને વધુ દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સ કરજણ સ્ટાફ ઇ.

એમ. ટી. ભરતભાઈ ચૌધરી અને પાઇલોટ દિલીપ ભાઈ તડવીએ સહિયારા પ્રયાસો દ્વારા સાવીતીબેનને 108 માં જ સફળ પ્રસુતિ કરાવી હતી અને બાળકનો જન્મ થયા બાદ દસ મિનિટ સુધી બાળકે રુદન ન કરતા નવજાત શિશુને ઈ એમ ટી ભરતભાઈ ચૌધરીએ છાતીનું દબાણ અને કુત્રીમ શ્વાસ આપીને બાળકને રુદન કરાવી બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા…

Share This Article