ભરૂચ : દહેજથી આમોદ તરફ જતા માર્ગ ઉપર કડોદરા રોડ ઉપર અકસ્માત સર્જાયો

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના દહેજથી આમોદ તરફ જતા માર્ગ ઉપર કડોદરા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો.  ત્યારે ઓક્સિજન બોટલ ભરેલ છોટા હાથી ટેમ્પો પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી વિગત અનુસાર દહેજથી આમોદ જતા માર્ગ પર એક છોટા હાથી ટેમ્પો પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર દહેજથી આમોદ તરફ જતા માર્ગ ઉપર કડોદરા ગામ નજીક એક છોટા હાથી ટેમ્પોએ પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

દહેજથી ઓક્સિજનના બોટલો લોડ કરી છોટા હાથી ટેમ્પો જેનો રજીસ્ટર નંબર GJ-16-AV-0891 જે બોટલો લોડ કરી જંબુસર ખાતે આવેલ અલ મેહમુદ કોવિડ હોસ્પિટલ ખાતે જઈ રહ્યો હતો જે દરમિયાન કડોદરા ગામ નજીક અચાનક ટેમ્પોનું ટાયર ફાટતા ટેમ્પો બે કાબુ થઈ પલ્ટી માર્યો હતો જોકે અકસ્માતને પગલે કોઈ જાનહાની થવા પામી ન હતી. એમ પણ ભારુચમાં માર્ગ અકસ્માતનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના દહેજથી આમોદ તરફ જતા માર્ગ ઉપર ઓક્સિજન બોટલ ભરેલ છોટા હાથી ટેમ્પો પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી

Share This Article