ભરૂચ : નેત્રંગમાં મોટાપાયે ચાલતું જુગારધામ પકડાયું

admin
1 Min Read

નેત્રંગમાં જુગાર રમતા 17 નબીરાઓને ભરૂચ એલસીબીએ પકડી પાડતા ભરૂચ જીલ્લા પોલીસતંત્ર સહિત સમગ્ર વિસ્તારની પ્રજામાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ દર્શનાનગર સોસાયટીમાં રાત્રીના સમયે મોટાપાયે જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા પોલીસતંત્ર રેડ કરવા માટે સજ્જ થઇ ગયું હતી. જેમાં ભરૂચ એલસીબી પીએસઆઈ વાય જી ગઢવીએ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં 17 જેટલા નબીરાઓ જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા. જ્યારે 4 જેટલા નબીરાઓ રાત્રીના અંધકારનો લાભ ઉઠાવી ફરાર થઇ ગયા હતા. જેમાં પોલીસતંત્રને રેડમાં મોબાઈલ નંગ:- ૧૫ જેની કિંમત ૧૦,૦૦૦, આરોપીઓ પાસેથી મળેલ રોકડ રકમ ૧૪,૯૧૦ રૂપિયા, દાવ ઉપરના રોકડ ૧૬૧૦ રૂપિયા, મારૂતિવાન જેની કિંમત ૫૦,૦૦૦ સહિત કુલ ૭૫,૫૪૦નો મુદ્દામાલ કબ્જે કયૉ હતો. જ્યારે 17 સહિત ફરાર ચાર ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથધરી હતી.

 

Share This Article