ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો

admin
1 Min Read

ગુજરાતમાં કાનુન અને શિક્ષણ બાબતોના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા મત ક્ષેત્રની ચુંટણી રદ્દ થતાં ભાજપ માટે હવે ધર્મસંકટ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચુંટણી રદ્દ કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ત્યારે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચુંટણી અંગે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધોળકા બેઠકની ચુંટણી રદ્દ કરવામાં આવી છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચુંટણી રદ્દ કરી હતી જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી.

વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગેરરીતી આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.જે અંગે આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

 

Share This Article