વિજયનગરના બિલાડીયામાં બાઇબલ વોકની ઉજવણી કરાઈ

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલાડીયા ગામે મેરી જોન્સ બાઈબલ વોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાઇબલ સોસાયટી અમદાવાદ અને સાબરકાંઠા અરવલ્લી મંડળીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. ગુજરાત ડાયોસીસ માર્ગદર્શન હેઠળ લુસાડીયાથી મારૂતિ અને બાઇક રેલીનું સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દંતોડ મુકામે આગમન કરાયું હતું. દંતોડથી પગપાળા બિલડીયાના સી એન.આઇ. સર્ચમાં બાઈબલ વોકની 50 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ બાઈબલ વોકની વિશ્વ ભરમાં શરૂઆત એક નાની છોકરી મેરી જોન્સની પ્રેરણાથી થઈ હતી. બાઇબલ રૂપી વચન દરેક વ્યક્તિના હાથમાં તેની ભાષામાં પ્રાપ્ત થાય તેવું આ મહાન કાર્ય દ્વારા આજે વિશ્વમાં મોટા ભાગના લોકોને જણાવવામાં આવ્યું હતું. મેરી 40 કિલોમીટર ચાલીને બાલા ગામે બાઇબલ મેળવવા ગઈ હતી. તેની યાદમાં ક્રિશ્ચિયન ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિ સભાના રૂપમાં ભેરવાઈ પ્રભુનો આભાર માન્યો હતો. બિશપ ઓફ ગુજરાત બાઈબલ સોસાયટી સેક્રેટરી અને એકસ બીસનની આગેવાની હેઠળ આ કાર્યક્રમ સંપન થયો હતો.

Share This Article