ગુજરાત એસટી નિગમનો મોટો નિર્ણય, આ શહેરને જોડતી બસ સેવા બંધ

admin
1 Min Read

કોરોનાએ સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે. જેના પગલે દરેકે દરેક જિલ્લાઓ પોત પોતાની રીતે કોરોનાથી બચવા માટે મથી રહ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ આ મુદ્દે સૌથી વધારે ચિંતિત છે. અમદાવાદમાં મહા મુશ્કેલીએ કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે. જો કે હવે કોરોનાનું બીજુ હોટસ્પોટ સુરતમાંથી સંક્રમિતો અમદાવાદમાં ન પ્રવેશે તે માટે વિવિધ ઉપાયો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને હવે અમદાવાદથી સુરત,વડોદરા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં જતી એસટી બસોના સંચાલન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

 

(File Pic)

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈને અમદાવાદથી વડોદરા વચ્ચેની ST બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. વડોદરાની સાથે સાથે અમદાવાદથી ભરૂચ વચ્ચેની બસ સેવાનું સંચાલન પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(File Pic)

આ અગાઉ બે દિવસ પહેલા સુરતમાં કોરોનાના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશન દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરતમાં વધતા કોરોના વાયરસના કેસોને લઇને સુરતથી અમદાવાદ ST બસ સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા, ઉત્તર ગુજરાત જતી બસને અમદાવાદમાં પ્રવેશે નહીં મળે. તો સૌરાષ્ટ્ર તમામ બસ રાબેતા મુજબ ચાલું રહેશે. અમદાવાદ શહેરમાં જતી તમામ ST બસ બંધ કરાઈ છે.

Share This Article