2ઓક્ટોબરના રોજ આખા દેશે ગાંધી જયંતીની સાથે લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી પણ સેલિબ્રેટ કરી. પરંતુ શાસ્ત્રીજીના મૃત્યુના રહસ્ય પર બનેલ ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું માનવું છે કે તેમની ફિલ્મને 92મા ઓસ્કર અવોર્ડમાં ઓફિશિયલ ભારતની એન્ટ્રી તરીકે મોકલવી જોઈતી હતી…….વિવેકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ફિલ્મ નિશ્ચિત રૂપે ઓસ્કરની રેસમાં સામેલ હતી, પરંતુ ફિલ્મમાં પોલિટિકલ એન્ગલ હતો જેને કારણે તેની ફિલ્મ સિલેક્ટ થઇ નહીં……‘ધ તાશકંદ ફાઈલ્સ’ 12 એપ્રિલ 2019ના રોજ રિલીઝ થઇ હતી. 4 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મે અંદાજે 17.21 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, પલ્લવી જોશી, પંકજ ત્રિપાઠી, મંદિરા બેદી અને શ્વેતા બસુ સામેલ હતા……ઓસ્કર માટે પસંદગી પામેલ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગલી બોય’ આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મ ઇન્ડિયન હિપ હોપ કલ્ચર પર આધારિત હતી. ઝોયા અખતરે આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -