બિગ બોસ 13 નો પ્રોમો થયો વાયરલ – પ્રોમોમાં સલમાન-માધુરી મસ્તી કરતા મળ્યા જોવા

admin
1 Min Read

બિગ બોસ 13 ને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ શો થોડા દિવસોમાં જ શરૂ થવાનો છે. સલમાન ખાન ફરી એકવાર હોસ્ટ બની દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. માધુરી દીક્ષિત અને સલમાન ખાનનો પ્રોમો વીડિયો શો શરૂ થાય તે પહેલા વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે માધુરી દીક્ષિત ‘બિગ બોસ 13’ ના ઘરે પહોંચી છે. આ દરમિયાન તે સલમાન ખાન સાથે ખૂબ મસ્તી કરી રહી છે. માધુરી દીક્ષિત અને સલમાન ખાનનો આ વીડિયો કલર્સ ટીવી દ્વારા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. ‘બિગ બોસ 13’ નો આ પ્રોમો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ દરમિયાન સલમાન ખાને માધુરી દીક્ષિતને આખું ઘર બતાવ્યું હતું અને આ બંનેએ તેમના સુપરહિટ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. ‘બિગ બોસ 13’ નું ગ્રાન્ડ પ્રીમિયર જલ્દી જ યોજાશે અને તેના માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સલમાન ખાન આ માટે એક ખાસ શૂટ કરવા પણ જઇ રહ્યો છે, જેનો ઈશારો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ વખતે બિગ બોસમાં સેલિબ્રિટીઝ ખુબ હંગામો મચાવતા જોવા મળશે.

Share This Article