ગઢડામાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ…ધારાસભ્યની કામગીરી સામે સવાલ…

admin
1 Min Read

ગુજરાતમાં ઘણા વર્ષોથી એવુ જોવા મળે છે કે જ્યારે ચૂંટણી આવવાની હોય કે કોઈ મોટા નેતા આવવાના હોય ત્યારે જે તે વિસ્તારના રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવતુ હોય છે. જોકે, આ રસ્તા સમય વીતતા ફરી જેમ હતા એવી સ્થિતિમાં બની જતા હોય છે. જેને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.

બિસ્માર રસ્તાઓ ચોમાસા બાદ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળતા હોય છે. જે અંગેના કેટલાક વિડિયો અને ફોટો પણ લોકો દ્વારા પોસ્ટ કરી સરકારની કામગીરીને લઈ રોષ વ્યક્ત કરવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ગઢડા વિધાનસભા વિસ્તારનો  બિસ્માર રસ્તાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક બાઈક સવારે આ બિસ્માર રસ્તાનો વિડિયો પોતાના મોબાઈલ કેેમેરામાં કેદ કરીના વાયરલ કર્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ઉમરાળા તાલુકામાં પીપરાળીથી ઝાંઝમેર તરફનો સિંગલ પટ્ટીના રોડ પર ખાડાઓ તેમજ કપચીઓ જોવા મળી રહી છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી પડી રહી છે. આ વિસ્તારના ધારાસભ્ય આત્મારામ પરમારે પેટાચૂંટણીના પ્રચાર સમયે લોકોને મસમોટા વાયદાઓ આપીને મત મેળવ્યા હતા. ત્યારે હવે રસ્તાનું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

https://twitter.com/yuva_sangthan/status/1330840028927279104?s=20

Share This Article