મોટેરા સ્ટેડિયમના “નામકરણમાં રાજકારણ” ગરમાયું, ભાજપે સરદાર પટેલનું અપમાન કર્યું: હાર્દિક

admin
1 Min Read

અમદાવાદ ખાતે આવેલા અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. સાથે જ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવમાં આવ્યું તેને લઇને રાજકારણ ગરમાયું છે… ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યો છે. હાર્દિકે ટ્વીટ કરતા કહ્યું છે કે દુનિયાના સૌથી મોટા અમદાવાદ ખાતે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદાર પટેલના નામે વોટ માંગનાર ભાજપ હવે સરદાર સાહેબના નામનું અપમાન કરી રહી છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન નહીં કરે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમદાવાદ એરપોર્ટનું નામ બદલવાને લઇને પણ વિવાદ ચગ્યો હતો. સરકારે અમદાવાદના એરપોર્ટ અદાણીને કોન્ટ્રાક્ટ પર આપ્યું તે સમયે અદાણી કંપનીએ અમદાવાદના એરપોર્ટ પર અદાણી એરપોર્ટના બોર્ડ ચડાવી દીધા હતા, જેના કારણે લોકોની લાગણીને ઠેસ પહોંચવા સાથે મોટાપાયે વિરોધ થયો હતો.

Share This Article