ભાજપ નેતા અને ગોવાના Dy CMના ફોનથી વોટ્સઅપ ગ્રુપમાં શેર થયો અશ્લીલ વિડિયો

admin
1 Min Read

ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરના મોબાઈલ ફોનમાંથી વોટ્સઅપના એક ગ્રુપમાં અશ્લીલ વિડિયો શેર થતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ચંદ્રકાંત કાવલેકરે ગોવા સાઈબર સેલને પણ જાણકારી આપી હતી તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા ફોનને હેક કરીને આ પ્રકારની હરકત કરવામાં આવી છે, જેથી મારી બદનામી થઈ શકે.

ચંદ્રકાંત કાવલેકરે દાવો કર્યો હતો કે તેમના મોબાઈલમાંથી જ્યારે આ ક્લિપ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી ત્યારે તેઓ સુઈ રહ્યા હતા. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે આ ક્લિપ કેટલાક અસામાજિક તત્વોએ વિલેજ ઓફ ગોવા નામના એક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી હતી.

તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી મારુ નામ બદનામ કરવા માટે અને પ્રજામાં મારી ખોટી છાપ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજીબાજુ આ મામલે કોંગ્રેસે ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરના રાજીનામાની માંગ કરી છે. જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપે પોતાના નેતાનો બચાવ કરતા કહ્યું કે પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે અને આ કાવલેકરને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Share This Article