ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયિ કોરોનાની ઝપેટમાં

admin
1 Min Read

ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના થયો છે. બંનેને દિલ્હીની સાકેત મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય અને તેમની માતા માધવી રાજે સિંધિયા કોરોનાગ્રસ્ત થયાં છે. બંનેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિંધિયાને ગળું ખરાબ હતું અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી દિલ્હી આવી ગયા હતા. તે પછી લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જ હતા. લોકડાઉનમાં છૂટ મળતા તેઓ ગ્વાલિયર તેમના ક્ષેત્રમાં સમર્થકો તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા.  ભાજપામાં સામેલ થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા નથી.

પેટા ચૂંટણીઓની લઈને તૈયારીઓમાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા. જાણકારી મુજબ તેમનું સ્વાસ્થ્ય બરાબર હતું. પરંતુ ગઈ કાલે અચાનક તબિયત બગડતા તેમને મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જ્યાં તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે..

Share This Article