ભાજપ સાંસદે કર્યો ગુજરાતમાં આદિવાસી દીકરીઓના વેચાણનો ઘટસ્ફોટ

admin
1 Min Read

ગુજરાતમાં લવ જેહાદને અટકાવવા માટે કડક કાયદો લાવવાની માંગ છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર બની છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં લવજેહાદ એક્ટ લાવવા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને આદિવાસી દિકરીઓના વેચાણને અટકાવવા માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ લેવજેહાદ અંગે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓનાં વેચાણને અટકાવવા માટે પણ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ, જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને લાભ લઇને ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે. આ કામ કરવા માટે એજન્ટોની આખી ગેંગ સક્રિય છે. જેથી ગરીબ આદિવાસી દીકરીઓને લલચાવી ફોસલાવીને આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે. ભાજપ સાંસદના આ સ્ફોટક રજુઆતને પગલે ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત વસાવાએ લવ જેહાદ મુદ્દે પણ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ કાયદો આવ્યા બાદ ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવે તેવી માંગ ઉઠવા લાગી છે.

Share This Article