અમરેલી તાલુકા પંચાયતની સરંભડા સીટ અકાળે ખાલી પડી હતી. જેના માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પૂર્વે સરંભડા બેઠક માટે મતદાન પણ થયું હતું. ત્યારે આજરોજ તે બેઠકનું પરિણામ જાહેર થયું છે. અમરેલી તાલુકા પંચાયતની સરંભડા સીટની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થતાં કાર્યકર્તાઓ દ્વારા મોં મીઠા કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો.
અમરેલી મામલતદાર કચેરી ખાતે સરંભડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મત ગણતરી યોજાઈ હતી. સરંભડા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર સંધ્યાબેન રાજેશભાઈ કાછડીયા ભાજપ માંથી 428 થી ભવ્ય વિજેતા થયા હતા. અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા દિલીપભાઈ સંઘાણી સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતાને શુભકામના પાઠવી હતી.
