રાજકોટ શહેરમાં ભાજપની એકતા યાત્રા

admin
1 Min Read

રાજકોટમાં યુવા ભાજપ મોરચા દ્વારા ૩૭૦ મીટરનાં તિરંગા સાથે એકતા યાત્રા યોજવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી દેવાનાં નિર્ણયને આવકાર આપવા આ એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. એકતાયાત્રાનું હોમી દસ્તુર માર્ગથી પ્રસ્થાન થયું હતું. બાદમાં આ એકતા યાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરીને બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરામ પામી હતી. આ એકતા યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, મહિલા અગ્રણી, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, નિતીનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ ધ્રુવ, નેહલ શુકલ, પ્રદિપ ડવ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ એકતા યાત્રા પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમાનો ફલોટ પણ સાથે રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા.

Share This Article