ગુજરાતમાં પહેલીવાર ‘બ્લેક રાઈસ’ની ખેતી

admin
1 Min Read

દેશભરમાં લોકો હવે હેલ્થી અને ફીટ લાઈફસ્ટાઈલને ફોલો કરી રહ્યા છે. આથી દેશમાં ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના સાંખેજ ગામના એક ખેડૂતે ‘બ્લેક રાઈસ’ના ઉત્પાદનમાં સફળતા પ્રાપ્ત કરી છે. બ્લેક રાઈસની ખેતી માટે યોગ્ય જમીન અને હવામાનની જરૂર પડે છે, એટલે જ આ ખેતી દેશભરમાં માત્ર ત્રિપુરા અને મિઝોરમમાં થતી હોય છે. જોકે ખેડાના યુવાને સૌ પ્રથમ ગુજરાતમાં આ ખેતી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. શિવમ હરેશભાઈ પટેલ નામના યુવાને રશિયામાં મેડિકલનો અભ્યાસ કરતી પોતાની બહેનની સલાહ મુજબ, બ્લેક રાઈસ વિશે સમગ્ર માહિતી મેળવી પોતાના ખેતરમાં તેનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું. ઉલ્લેખનીય છે કે, બ્લેક રાઈસ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. તેમાં રહેલા એંથોસાઈનિન જોવા મળે છે. જે હાર્ટ એટેક પડવાની આશંકાને ઓછુ કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત વધતું વજન દુર કરવા માટે પણ તે ઉપયોગી છે. બ્લેક રાઈસમાં એંથોસાઈનિન અને એવા અનેક તત્વ વર્તમાન હોય છે જે કેંસર સામે લડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત બ્લેક રાઈસ બૉડીને ડિટૉક્સ કરવાનુ પણ કાર્ય કરે છે. આ ઉપરાંત ડાયાબિટિસમાં બ્લેક રાઈસ એક દવાની જેમ કામ કરે છે. જોકે, હાલમાં બ્લેક રાઈસનું વેચાણ માર્કેટમાં ઓછું હોવાથી શિવમ તેને ઓનલાઇન વેચી સારી કમાણી કરી રહ્યો છે.

Share This Article