બોલિવુડના અભિનેતા વિજુ ખોટેનું નિધન

admin
1 Min Read

એક્ટર વિજુ ખોટેનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મુંબઈ સ્થિત ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વિજુએ ‘શોલે’ ફિલ્મમાં કાલિયાનો રોલ નિભાવ્યો હતો. તેમાં ગબ્બર સિંહ સાથે તેમનો ડાયલોગ ‘તેરા ક્યા હોગા કાલિયા’ ઘણો ફેમસ થયો હતો. તેમણે પોતાનાં કરિયરમાં ‘ચાઈનાગેટ’, ‘મેલા’, ‘અંદાજ અપના અપના’, ‘ગોલમાલ -3’ અને ‘નગીના’ સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલની સાથે ઘણા નાટકો પણ તેમણે કર્યા હતા……..વિજુ ખોટેના નિધન બાદ તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. શિવસેનાના નેતા મનીષા કાયન્દેએ પણ ટ્વીટ કરીને તેમના મૃત્યુ બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી……વિજુએ 1964માં ‘યા મલક’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. વિજુએ ‘શોલે’માં કાલિયાનો રોલ કર્યો હતો જેનાથી તેમને ઓળખ મળી હતી. ઉપરાંત ‘અંદાજ અપના અપના’માં રોબર્ટનું કેરેક્ટર તેમણે પ્લે કરેલું જે ઘણું ચર્ચામાં રહ્યું હતું. તેઓ ‘અતિથિ તુમ કબ જાઓગે’ અને ‘ગોલમાલ 3’ જેવી ફિલ્મોમાં દેખાયા હતા. છેલ્લે તેઓ 2018માં આવેલ ફિલ્મ ‘જાને ક્યું દે યારોં’માં જોવા મળ્યા હતા…..

Share This Article