અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘ગોલ્ડ’ સાથે ચર્ચામાં રહેનાર અભિનેતા અને વિકી કૌશલનો ભાઈ સની કૌશલ તેની આગામી ફિલ્મ ભાંગડા પા લે ની રીલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે એકદમ રસપ્રદ છે. ફિલ્મની થીમ ભાંગડા આધારિત છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે બે ટીમો છે જેની વચ્ચે ભાંગડાની સ્પર્ધા થાય છે. એક ટીમ સનીની છે અને બીજી ટીમ રૂખસાર ઢીલ્લોની છે. બંને વચ્ચે મોટી સ્પર્ધા લંડનમાં યોજાવાની છે. પંજાબમાં રહેતી અને સાઉથની ફિલ્મોથી શરૂઆત કરનારી રૂખસાર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.આ ફિલ્મનું દિગ્દર્શન રમેશ તૌરાનીની પુત્રી સ્નેહા તૌરાની દ્વારા કરવામાં આવ્યું છે અને તે પણ આ ફિલ્મથી ડાયરેકશનમાં પોતાનો ડેબ્યું કરી રહી છે. નિર્માતા રોની સ્ક્રુવાલાની આ ફિલ્મ 1 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ‘ફેન’ ફેમ અભિનેત્રી શ્રિયા પિલ્ગાંવકર પણ ‘ભાંગડા પા લે’ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -