ટીવી કપલ જય ભાનુશાલી તથા માહી વીજ લગ્નના આઠ વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. માહીએ હાલમાં જ દીકરીને જન્મ આપ્યો હતો. માહી વીજે ઈન્સ્ટાગ્રામમાં દીકરીના જન્મની વાત શૅર કરી હતી….ટીવી એક્ટ્રેસ માહીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ જય ભાનુશાલી દીકરીના પગ પર વ્હાલ કરતો હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, અમે ઈચ્છા કરી અને તું આવી ગઈ. આભાર, અમને માતા-પિતા તરીકે પસંદ કરવા માટે. તે અમને પૂરા કર્યાં. ભગવાનનો આભાર, દરેક ખુશીઓ માટે. મારું જીવન બદલાઈ ગયું.’ માહીએ આ સાથે જ દત્તક લીધેલા બે બાળકોની તસવીર પણ શૅર કરી હતી.જય તથા માહીના લગ્ન વર્ષ 2011માં થયાં હતાં. જયા તથા માહીએ પોતાના ઘરે કામ કરતાં નોકરના બે બાળકો દત્તક લીધા છે. આ બંને બાળકોના અભ્યાસ તથા અન્ય ખર્ચાઓ માહી-જય ઉપાડે છે. આ બંને બાળકો તેમના રિયલ પેરેન્ટ્સ સાથે જ રહે છે પરંતુ અવાર-નવાર માહી તથા જયના ઘરે પણ આવે છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -