અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દીના સગા વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જે દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે દર્દીઓના સગા અને બાઉન્સર વચ્ચેના મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં સિક્યોરિટીની દાદાગીરી સામે આવી છે. દર્દીના સગા સાથે બાઉન્સરોએ મારામારી કરી હતી. દર્દી સાથે જવા મામલે બોલાચાલી થતા મારામારી કરી હતી. દર્દીઓના સંબંધીઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. SVP હોસ્પિટલના બાઉન્સરો દાદાગીરીના કિસ્સા સામાન્ય બની ગયા છે. મીડિયાકર્મીઓ સાથે પણ બાઉન્સરોએ અસભ્ય વર્તન કર્યું હતું. જોકે નવનિર્મીત SVP હોસ્પિટલમાં પાણી ટપકવાની ઘટના સામે આવતા મીડિયાકર્મીઓ હોસ્પિટલ હાજર હતા. તે દરમિયાન સિક્યોરિટીની દાદાગીરી સામે આવી હતી. જેમાં દર્દીઓના સગા સાથે બાઉન્સરોએ મારામારી કરી હતી. જે દરમિયાન બાઉન્સરોએ મીડિયાકર્મીઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું.
