તેલંગાણામાં ચૂંટણી પ્રચાર પર ગયેલા કેસીઆરની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિના સાંસદ કે. પ્રભાકર રેડ્ડી પર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ વ્યક્તિએ સિદ્દીપેટમાં આ હુમલો ત્યારે કર્યો જ્યારે બીઆરએસ સાંસદ પ્રચાર માટે બહાર હતા. છરો મારનાર વ્યક્તિની ઓળખ. તેની ઓળખ રાજુ તરીકે થઈ હતી અને તે તરત જ પકડાઈ ગયો હતો. સ્થળ પર હાજર કેટલાક લોકોએ તેની સાથે મારપીટ પણ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, છરા માર્યા બાદ સાંસદને તરત જ કારમાં લઈ જવામાં આવે છે.
તેમને ગજવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિદ્ધિપેટ કમિશનર એન. શ્વેતાએ કહ્યું, ‘MP રેડ્ડી સંપૂર્ણપણે ખતરાની બહાર છે. આ ઘટના ત્યારે બની જ્યારે રેડ્ડી પ્રચાર માટે દૌલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક એક વ્યક્તિ આવીને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કોઈ ખતરો નથી. તમને જણાવી દઈએ કે પ્રભાકર રેડ્ડીને બીઆરએસ દ્વારા દુબક વિધાનસભા સીટથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રાજ્યમાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.
#WATCH | Telangana: BRS MP Kotha Prabhakar Reddy was stabbed in the stomach by an unidentified person during his campaign in Siddipet.
MP Kotha Prabhakar Reddy is safe. The incident took place in Surampally village of the Daulatabad mandal. He has been shifted to Gajwel. The… pic.twitter.com/MI0BvbFxDJ
— ANI (@ANI) October 30, 2023