લાઠીના મૂળિયાપાટ ગામનું બસ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં

admin
1 Min Read

અમરેલીના લાઠી પાસેના  મૂળિયાપાટ ગામે જિલ્લા પંચાયતના માર્ગ કાંઠે આવેલ બસ સ્ટેન્ડ જોખમી બની ગયેલ હોવાથી ગ્રામજનો તેને તોડી પાડી નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દામનગરથી  મૂળિયાપાટ  અમરેલી  જિલ્લા પંચાયતનો માર્ગ ત્રણ જિલ્લાને જોડતા માર્ગ પર આવેલ બસ સ્ટેન્ડની એટલી બધી ખરાબ હાલત છે કે ક્યારે પડે એ કહી શકાય તેમ નથી. આ બસ સ્ટેન્ડ અતિ જોખમી બની ગયેલ છે ત્યારે આ બસ સ્ટેન્ડને તોડી નવું બનાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામવાસીઓની માંગ છે. બસ સ્ટેન્ડ અતિ ભયજનક સ્થિતિમાં છે ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે. પરિવહન અને માર્ગ મકાન વિભાગ અમરેલી યોગ્ય નિર્ણય કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

Share This Article