વેપારીને દોઢ કરોડની ખંડણી માટે દુબઈથી ધમકી

admin
1 Min Read

સુરતના વેપારીને રાજાણી નામની વ્યકિત પાસેથી ૨૦૧૬થી ધંધાકિય લેવડદેવડના ૧૦ લાખ રૂપિયા લેવાના છે. રાજાણી બાકી રૂપિયા ચુકવ્યા વગર દુબઈ ચાલ્યા ગયો હતો. મહિના પહેલા સુરતના વેપારી અને રાજાણી વચ્ચે ફોન પર વાત થઈ ત્યારે વેપારીએ ફરી ૧૦ લાખ રૂપિયાની ઉઘરાણી કરી હતી. રાજાણીએ ત્યારે કહ્યું હતું કે મારે કોઈ રૂપિયા આપવાના થતા નથી. મારી સાહેબ સાથે વાત થઈ છે. સુરતના વેપારીએ કહ્યું કે કયા સાહેબ સાથે વાત થઈ છે અને શું વાત થઈ છે. રાજાણીએ વેપારીને કહ્યું કે ફોન આવી જશે. ત્યારબાદ સુરતના વેપારી પર દુબઈથી છોટા શકીલના ખાસ ગણાતા ફઈમ મચમચ અને અહેમદ રઝાનો ફોન આવ્યો હતો. બંનેએ વેપારીને કહ્યું હતું કે ૧૦ લાખ રૂપિયા ભુલી જાવ, સુરતમાં બહુ રૂપિયા કમાયા છો. દોઢ કરોડ રૂપિયા આપી દે, દિવસમાં નહીં આપે તો પતાવી દઈશું. વેપારીએ પોલીસમાં આરોપી છોટા શકિલ, ફઈમ મચમચ અને અહેમદ રઝા વિરૂદ્ધ ખંડણી માટે ધમકીની ફરિયાદ નોંધાવી હતી. ત્રણેક મહિના પહેલા મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી આરોપી અહેમદ રઝાની ધરપકડ કરી હતી.  ક્રાઈમ બ્રાંચ હવે અહેમદ રઝાને ટ્રાંસફર વોરન્ટથી મુંબઈથી સુરત લવાયો હતો.

 

Share This Article