દૂરદર્શનની જાણીતી એન્કર નીલમ શર્માનું નોઈડા ખાતે નિધન થઈ ગયું છે. દૂરદર્શને પોતાના સત્તાવાર ટવીટર હેન્ડલ પર નીલમનાં અવસાનની સૂચનાં આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીલમ શર્મા છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતી જેનાં કારણે તેનું અવસાન થયું હતું. દૂરદર્શન દ્વારા તેમનાં અવસાન બાદ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. નીલમ દૂરદર્શનનો જાણીતો ચહેરો હતો. તે છેલ્લા 20 વર્ષોથી દૂરદર્શનમાં કામ કરી રહી હતી. મહત્વનું છે કે તેમને માર્ચમાં જ રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિનું સન્માન આપવામાં આવ્યું હતું. આ સિવાય નીલમ શર્માને અનેક સન્માન મળી ચુક્યા છે. નીલમ શર્માએ પોતાનાં 20 વર્ષનાં કરિયરમાં `તેજસ્વિની’થી લઈને `બડી ચર્ચા’ સુધીનાં કાર્યક્રમોમાં સંચાલન કર્યું છે. નીલમ શર્માની બોલવાની આગવી છટા અને શબ્દ શુધ્ધિની સચોટતાને કારણે તેમણે સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમોનું પણ સંચાલન કરેલું છે. તે ઉપરાંત સ્કૂલ ઓફ ગવર્મેન્ટ પુણેમાં યોજાતા ભારતીય છાત્ર સાંસદનું પણ તેઓ સંચાલન કરી ચુક્યા છે. નીલમ શર્માએ પોતાના કરિયરની શરુઆત 1995માં દૂરદર્શનથી કરી હતી. નીલમ શર્માની અણધારી વિદાયથી આજે લાખો દર્શકો દુઃખી થયા છે અને દૂરદર્શનમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -