કેપરમિન્ટ ટેકનોલોજીએ સફળતા પૂર્ણ 5 વર્ષ કર્યા પૂર્ણ

admin
1 Min Read

કેપરમિન્ટ ટેકનોલોજી પ્રા. લી. પોતાના કાર્ય ક્ષેત્રેમાં સફળતા પૂર્વક કામગીરી કરી રહ્યું છે. હાલમાં જ કેપરમિન્ટ ટેકનોલોજીએ તેની સફળતાના સોપાન સર કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમના દ્વારા 5 વર્ષની સફળતાને ધ્યાનમાં લઈ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક સેવા સાથે ઉજવણી કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ એનજીઓના 25 બાળકોને આમંત્રણ આપ્યું હતું. અને  આ બાળકોને વિવિધ પ્રકારની રમતો, પેઈન્ટિંગ ઉપરાંત અન્ય એક્ટિવિટી પણ કરાવી હતી સાથે જ આ બાળકોને જમાડવાની સાથે  ભેટ પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોપરમિન્ટનો સિદ્ધાંત તેના કામની સાથે સાથે ખુશીઓ વહેંચવાનો રહ્યો છે. જેના કારણે બાળકો સાથે કોપરમિન્ટ સાથે જોડાએલા સ્ટાફને પણ આ સેલિબ્રેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં એક પરિવાર જેવો માહોલ જોવા મળ્યો હતો.

 

Share This Article