મહિલાનો જીવ બચાવવા 60 વર્ષીય શખ્સે 40 ફૂટ ઊંચેથી લગાવી છલાંગ, પાણીમાં ડૂબતી મહિલાનો બચાવ્યો જીવ

admin
1 Min Read

કહેવાય છે કે જે વ્યક્તિ અન્યો માટે જીવે છે તે જ માનવતાનું ઉદાહરણ પુરું પાડી શકે છે. 60 વર્ષના કેપ્ટને આ વાતને સાચી સાબિત કરી છે. એક શિફના કેપ્ટને 40 ફુટની ઊંચાઈએથી કૂદીને મહિલાનો જીવ બચાવ્યો છે. પાણીમાં ડૂબતી મહિલાની વહારે આવેલા કેપ્ટને હજુ પણ માનવતા જીવે છે એ બાબતનો પુરાવો આપ્યો છે.

મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી.

કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા એરપોર્ટ પરથી રવાના થઈ રહ્યું હતું તે દરમિયાન 34 વર્ષીય મહિલા શિપમાંથી પડી ગઈ. આ મહિલા જ્યાં પડી, ત્યાં જ અન્ય એક શિપ ફુલ સ્પીડમાં આવી રહ્યું હતું. જો હું તેને ન બચાવત તો તે એ શિપની ઝપેટમાં આવી જાત. જેથી મેં તરત જ કંઈપણ વિચાર્યા વિના મહિલાને બચાવવા કૂદકો મારી દીધો.

આ દરમિયાન ત્યાં હાજર બે અન્ય યુવાનોએ પણ ત્યારબાદ મહિલાનો જીવ બચાવવા માટે પાણીમાં ભૂસકો મારી દીધો હતો. સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓએ પણ કેપ્ટન અને બન્ને યુવકોની બહાદુરીની પ્રશંસા કરી છે. તેમજ હાલ આ 60 વર્ષીય કેપ્ટનની બહાદુરીની સોશિયલ મીડિયામાં પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Share This Article