પાલઘરમાં થયેલી સાધુઓની હત્યાનો મામલો, કુંડલીયા હનુમાનજી મંદિરના મહંતએ દર્શાવ્યો વિરોધ

admin
1 Min Read

જોડિયા તાલુકાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી મંદિરના મહંત અવધેસદાસજી મહારાજ દ્વારા આ બનાવ સંદર્ભે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સમગ્ર દેશના સાધુ સંતોના સમાજ ને સાથ સહકાર આપ્યો છે. મહત્વનુ છે કે, મુંબઈ પાસે પાલઘરના ગડચિચલી વિસ્તારમાં બે સાધુઓ સહિત ત્રણ લોકોની મારી મારીને હત્યાની ઘટનાની તપાસ મહારાષ્ટ્ર સરકારે CID ના સ્પેશિયલ IG ને સોંપી છે.  

આ ઘટના મહારાષ્ટ્રમાં થઈ પરંતુ ઘટના સ્થળે ગડચિચલી પાલઘરથી 110 કી.મીએ દાદરા નગર હવેલી નજીક છે.  લોકડાઉનને કારણે સાધુ દુર્ગમ માર્ગે ગુજરાત જતા હતા. પરંતુ દાદરા નગર હવેલી બોર્ડરથી તેમને પાછા મોકલાયા અને પછી તેમની હત્યા થઈ. અને કાદિવલીથી જુના અખાડાના બે સાધુ કલ્પવૃક્ષ ગિરી અને સુશીલ ગિરી  એક સંતની સમાધિમાં ભાગ લેવા કારમાં સુરત જતા હતા. ત્યારે ગડચિચલી ગામમાં આશરે 500 જેટલાના ટોળાએ તેમની કાર અટકાવી અને ચોર સમજીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર દેશના સાધુ સંતો અને અખાડાના સાધુઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.  ત્યારે જોડિયા તાલુકાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી મંદિરના મહંત અવધેસદાસજી મહારાજ દ્વારા આ બનાવ સંદર્ભે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સમગ્ર દેશના સાધુ સંતોના સમાજને સાથ સહકાર આપ્યો છે.

 

Share This Article