હાથરસ દલિત યુવતી સાથે ગેંગરેપ-હત્યા કેસ મામલે CBI આવી એક્શનમાં

admin
1 Min Read

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી કથિત ગેંગરેપની ઘટનાના ત્રણ મહિના બાદ આખરે તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે ચારેય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ બાદ હત્યાનો આરોપ લગાવ્યો છે. આરોપીઓએ 19 વર્ષિય દલિત યુવતી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી, જે બાદ આ ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.

હાથરસમાં બનેલી આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ દેશભરમાંથી ઉઠવા પામી હતી. ત્યારે આ મામલે સીબીઆઈએ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

તપાસ એજન્સીએ સ્થાનિક કોર્ટમાં સંદીપ, લવકુશ, રવિ અને રામૂ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ-હત્યાની કલમો ઉપરાંત એસસી/એસટી એક્ટની કલમો પણ લગાવામાં આવી છે.

જણાવી દઈએ કે, ગત 14 ડિસેમ્બરના રોજ હાથરસની યુવતી સાથે કથિત ઉચ્ચ જાતિના ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હતો. યુવતીનું 29 સપ્ટેમબરના રોજ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયુ હતું. આ ઘટના બાદ પરિવારની મંજૂરી વગર જ પોલીસે ઉતાવળમાં યુવતીના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા.

Share This Article