અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હુઝુર સલ્લલ્લાહો અલેહે વસલ્લમની આમદની ખુશીમાં યુવાનો દ્વારા ઈદ દે મિલાદુન્નબી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આમ જોવા જયેતો ઇદે નબીની સાનમાં મુસ્લિમ યુવાનો દ્વારા ભારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીના બગસરા શહેરમાં ઇદે મિલાદ પર્વ નિમિતે ધામધૂમથી જુલૂસ મનાવતા હોય છે. પરંતુ હાલમાં કોરોના વાયરલની મહામારીને ધ્યાને આ વર્ષે પણ ઈદના જુલૂસને બગસરા શહેરમાં બંધ પાળવામાં આવેલ હતું.
અને સાદગીપૂર્વક સરકારશ્રીની ગાઇડ લાઇને ધ્યાને રાખી સેરી મોહલા પૂરતું માત્ર ઈદ નિમિતે ઉજવણીઓ કરતા જોવા મળી રહી છે. મુસ્લીમ બીરાદરોએ પણ આપડા દેશમાંથી આ કાળમુખો કોરોના વાયરલ કાયમ માટે નો અંત આવે તેવી દુવાઓ કરવામાં આવેલ હતી. ત્યારે હુઝુર સલ્લલ્લાહો અલેહે વસલ્લમની આમદની ખુશીમાં યુવાનો દ્વારા ઈદ દે મિલાદુન્નબી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
