અમરેલીના શાસ્ત્રીનગર ખાતે મહર્ષિ વાલ્મિકિ જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રામાયણના રચયિતા મહર્ષિ વાલમીકી જન્મજ્યંતિ નિમિત્તે તેમનિ પ્રતીમાને ફુલહાર કરી ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત વાલમીકી સમાજના પ્રમુખ અરવિંદભાઈ સિતાપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તો અમરેલી ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, વોર્ડના સભ્ય હરપાલભાઈ સહિત અનેક કાર્યકરની હાજરી રહી હતી. આ તકે મોરબીના (નોટરીઍડ) કુમારી વેજ્યંતિબેન વાઘેલાનું મોમેન્ટ અને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટના સામાજીક કાર્યકર જ્યોતિબેન જાલાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્રો મુજબ શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરી સમાજ ખુબ જ પ્રગતિ કરે તેઓ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પુષ્પાબેન કાન્તિભાઈ વાઘેલા દ્રારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ ગ્રુપ વ્યસન મુક્તિ કાર્યક્રમ ચલાવી રહ્યું છે તેઓને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -