જેતપુર જલારામ મિત્ર મંડળ દ્વારા બસોવીસ મી જન્મ જ્યંતી ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. જેતપુર ગોપાવાડી યુવક મંડળ તેમજ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની બસો વીસમી જન્મ જ્યંતીની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં બપોરે જલારામ બાપાની આરતી તેમજ સાંજે ગોપાવાડી ચોક ખાતેથી જલારામ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સ્ટેન્ડ ચોક, તીન બત્તી ચોક થઈ જૂનાગઢ રોડ ઉપર આવેલ જલારામ બાપાના મંદિરે સમાપન થઇ હતી. બાપાની શોભાયાત્રામાં રસ્તામાં બુંદી ગાઠીયા ભાવિકોને પ્રસાદરૂપી આપવામા આવ્યા હતા. ત્યાંર બાદ મંદિરમા અન્નકૂટ દર્શન ખુલ્લા મુકાયા હતા. જેનો દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. અને ત્યાર બાદ જે જલારામ બાપાનો મંત્ર છે તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદમા હજારો શ્રદ્ધાળુએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ ગોપાવાડી યુવક મંડળ તેમજ સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -