ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

admin
1 Min Read

પૃથ્વીના ઉત્તર ગોળાર્ધથી દૂર દક્ષિણમાં ગયેલા સૂર્યદેવના નજીક આવવાના પ્રારંભ- ઉત્તરાયણની રાજ્યભરમાં પરંપરાગત શ્રધ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યના મોટા શહેરો, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં શહેરીજનોએ પતંગ ઉડાડવાની સાથે ઉંધિયું, જલેબી અને લીલવા કચોરી, તલપાપડી, શેરડી વગેરેની મીજબાની પણ માણી હતી.

તો  ઉત્તરાયણ પર્વ પર નાના ભૂલકાઓએ પણ નાની-નાની પતંગો અને ફીરકી સાથે ફોટો સેશન કરાવાની સાથે  બલુન ચગાવીને ઉત્તરાયણની મોજ માણી હતી.

અનેક લોકોએ ગાયોને નિરણ, બાફેલા ટોઠા, ગોળ વગેરે ખવડાવીને અને શેરીના શ્વાનોને રોટલા અને લાડુખવડાવીને મકરસંક્રાંતિને પૂણ્યનું પર્વ બનાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, રાજ્યભરમાં ઉત્સાહ પૂર્વક ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષની જેમ પણ અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારની ધૂમ જામી હતી. જો કે, આ સાથે જ ગુજરાતના રાજકીય આગેવાનોએ અમદાવાદમાં સમર્થકો સાથે ઉજવણી કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં કનકકલા ખાતે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અશોક પટેલના નિવાસ સ્થાને પહોંચીને પતંગ ચગાવી હતી.

વહેલી સવારથી જ ધાબા પર પતંગ ચઢાવવા માટે ચડેલા પતંગ રસિયાઓ પવનની મંદ ગતિને કારણે નીરાશ થયાં હતા. તો કેટલાક સ્થળો પર પવનની વારંવાર બદલાતી દિશાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article