વડોદરામાં ચેઈન સ્નેચિંગ કરનારની ધરપકડ

admin
1 Min Read

વડોદરાનાં વારસીયા ધોબી તળાવ પાસે ચેઇન સ્નેચીંગ કરનાર અજય વાઘેલા ઉર્ફે ડગલોને  વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી સ્નેચીંગ સ્કોડે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં વારસીયા ધોબી તળાવ પાસે બનેલા ચેઈન સ્નેચીંગના વારસિયા  પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાવવામાં આવ્યો હતો. તેમજ ગુનામાં સંડોવાયેલો આરોપી અજય વાઘેલા ઉર્ફે ડગલોને શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી સ્નેચિંગ સ્કોડની ટીમે બાતમીના આધારે સયાજી પુરા રોડ સિદ્ધાર્થ એન્ટીકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વનું છે કે, વડોદરામાં ચેઈન સ્નેચિંગના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેના સંદર્ભમાં રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. તેમ છતાં રાજ્યમાં ચેઈન સ્નેચિંગના બનાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ચેઈન સ્નેચર ખુલ્લેઆમ ચોરી કરી રહયા છે અને પોલીસના સકંજામાંથી પણ સહેલાઈથી છૂટી રહ્યા છે. પરંતુ વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની એન્ટી સ્નેચીંગ સ્કોડે ચેઇન સ્નેચીંગ કરનારને ઝડપી પાડતા લોકોને તંત્ર પર થોડો વિશ્વાસ પાછો આવ્યો છે.

Share This Article