કાચિંડા ઈંડા આપે છે કે નહીં….? 30 સેકન્ડના આ વિડિયોમાં જોઈ લો…

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર અવાર નવાર એવા પણ વિડિયો વાયરલ થતા હોય છે જે જોઈને લોકો બે ઘડી વિચારતા થઈ જાય છે કે ખરેકર આવું પણ હોય. ત્યારે હાલમાં એક વિડિયો એવો જ વાયરલ થયો છે જે કાચિંડાનો છે.

એક કાચિંડા દ્વારા તેના બચ્ચાને જન્મ આપતો વિડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.30 સેકન્ડના આ વિડિયોને અત્યાર સુધી લાખો લોકો નિહાળી ચુક્યા છે. આ વીડિયોને જોયા બાદ લોકોના મુખ પર એક જ પ્રશ્ન આવ્યો કે શું કાચિંડા તેના બચ્ચાને આ રીતે જન્મ આપે છે? ઘણા લોકોને આ વાતની જાણ પણ નહતી અને તેઓ માનતા હતા કે કાચિંડા પણ ઈંડા આપે છે.

https://twitter.com/NatureisScary/status/774432467205754880?s=20

પરંતુ આ વિડિયોમાં જોઈ શકાય છે કે કાચિંડાએ સીધો જ તેના બચ્ચાને જન્મ આપ્યો, જે એક છોડના પત્તા પર જઈને પડે છે અને માત્ર 10 સેકન્ડમાં તે ચાલવા પણ લાગે છે. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિડિયોને શેર પણ કરી રહ્યા છે.

Share This Article