સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા

admin
1 Min Read

ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી પણ વરસાદી માહોલનું પ્રભુત્વ જામી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ સમુદ્રથી ૩.૧ અને ૩.૬ કિલોમીટર ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

 

મળતી માહિતી મુજબ, અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનન દક્ષિણ ગુજરાત તરફ આગળ ‌‌વધ્યું છે, જેને પગલે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે વરસાદની ગેરહાજરીને કારણે બફારાનું પ્રમાણ વધ્યું હતું. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Share This Article