ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીથી હવે બસ ચાર કદમ જ દૂર છે. 22 જુલાઈએ ઈસરો દ્વારા છોડવામાં આવેલ ચંદ્રયાન મંગળવારે પૃથ્વીની કક્ષા છોડી ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું હતું. ઈસરોનાં ચિફ કે.સિવન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી જણાવાયુ કે, ચંદ્રયાન-2ને ચંદ્રની ધરી પર ઉતરવા માટે બસ ચાર કક્ષાને પાર કરવાની છે. ચાર કક્ષાઓને પાર કરીને ચંદ્રયાન-2 7 સપ્ટેમ્બરે 1 વાગ્યાને 55 મિનિટે ચંદ્રની ધરા પર ઉતરશે. ચિફ કે.સિવને જણાવ્યું કે જ્યારે ચંદ્રયાન પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્રની કક્ષામા પ્રવેશ કરી રહ્યું હતું તે સમયે તમામનો જીવ અધ્ધર થઈ ગયો હતો. 7 સપ્ટેમ્બરનાં રોજ જ્યારે ચંદ્રયાન લેન્ડીંગ કરશે તે સમય અમારા માટે ખૂબ જ ખતરનાક હશે કારણ કે આ પ્રકારની પ્રક્રિયા આપણે પ્રથમ વાર કરી રહ્યા છે. પરંતું મને આશા છે કે તેમાં પણ સફળતા મળશે. કારણ કે અમે તેનાં માટે પૂર્વ તૈયારીઓ કરી છે. અમે પીએમ નરેન્દ્ર મોદીને પણ લાઈવ જોવા માટે આમંત્રણ આપ્યું છે પરંતું તેમણે હજી સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -