૨૦૦૩માં સલમાન ખાનની ફિલ્મ “તેરે નામ”થી એક્ટ્રેસ ભૂમિકા ચાવલા લોકોમાં ખુબ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મ પછી ભૂમિકાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પણ હજુ તેને સલમાનની ફિલ્મ તેરે નામ માટે ખુબ યાદ કરવામાં આવે છે. ભૂમિકાએ સાઉથની ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ તેરે નામમાં ભૂમિકાને લોકોએ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ પછી તેની પાસે ઘણી હિન્દી ફિલ્મોની ઓફર આવી હતી. ૨૦૦૪માં ભૂમિકાએ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ રનમાં કામ કર્યું હતુ. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. અને ત્યારબાદ તેની સિલસિલે, દિલ જો ભી કહે જેવી ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. હવે ભૂમિકા કલ્કિ કોચલિન સાથે વેબ સીરીઝ ‘સબ ભ્રમ હે’ માં જોવા મળશે. આ સીરીઝમાં કલ્કિ કોચલિન સાથે સંજય સૂરી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ સીરીઝને સંગીત સિબન ડાઈરેકટ કરવાના છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -