સમગ્ર દેશમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ પર મીઠાઈ અને ફરસાણનું વેચાણ પણ સામાન્ય રીતે વધી જતુ હોય છે. જોકે, આ દરમિયાન લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તે પ્રકારના ભેળસેળવાળી મીઠાઈ અને ફરસાણનું પણ કેટલાક દુકાનદારો દ્વારા વેચાણ કરવામાં આવતુ હોય છે. જેને ધ્યાનમાં રાખી વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફુડ સેફ્ટી વિભાગની 4 ટીમોએ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરી 24 દુકાનોમાંથી 26 જેટલા નમૂના એકત્રિત કર્યા હતા જેને લેબમાં ચેકિંગ માટે મોકલી આપ્યા હતા. આરોગ્ય વિભાગે ચાર દિવસમાં કુલ 92 દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 રેસ્ટોરન્ટ, 2 હોટલ અને 4 ઉત્પાદન એકમો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન 170 કિલોનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -