બાળકોને રાષ્ટ્રભાવના શીખવવી જોઈએ : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

admin
1 Min Read

હિન્દુઓની ઘટતી જતી સંખ્યાને લઈ ફરી એકવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું કે, પરિવાર નિયોજનના કારણે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે હિંન્દુ સાનતનોએ પોતાના બાળકોની રક્ષા કરવી જોઈએ. ઈશ્વરે મોઢું આપ્યું છે તો કોળીયો પણ આપશે. જો આપણે સચેત નહીં થયા તો આપણે જે ધન કમાઈ રહ્યા છીએ તેનો ઉપયોગ કરવા માટે આપણા બાળકો માટે કંઈ નહીં રહે. તેમણે કહ્યું કે, આપણા બાળકોને રાષ્ટ્રભાવના શીખવવી જોઈએ. પોતાના દેશ માટે સમર્પણ શીખવો. તેમણે આ દરમિયાન કમલનાથ, દિગ્વિજય સિંહ અને મહેબુબા મુફ્તી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કમલનાથના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે ક્યારેક કોઈએ સ્ત્રીને આઈટમ કહી દીધી હતી તેમની બુદ્ધિ પર દયા આવે છે. જો ભારતીયો છો તો નારીનું સન્માન કરતા શીખો, નહીં તો રાવણના પુતળાની જેમ ભશ્મ થઈ જશો. મહેબુબા મુફ્તિ પર નિશાન સાધતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે મહેબૂબા કહે છે કે તિરંગો નહીં ઉઠાવું પરંતુ અમે કહીએ છીએ કે દેશ ભક્ત આવી ગયા છે. હવે તેમને દેશમાં રહેવું હોય તો વંદેમાતરમ કહેવુ પડશે.

Share This Article