અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર

admin
1 Min Read

જમ્મુ કાશ્મીરના સોપોર બાદ સોમવારે સવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં સેનાએ બે આતંકીને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લાના શ્રીગુફ્વારામાં આતંકવાદી છૂપાયા હોવાની જાણકારી બાદ સમગ્ર વિસ્તાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે.

(File Pic)

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ સવારે 6.40 કલાકે સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું. જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં બે આતંકી ઠાર કરવામાં આવ્યા છે.

(File Pic)

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં દરરોજ કોઈના કોઈ વિસ્તારમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થતી જ રહેતી હોય છે, ત્યારે આ અગાઉ પણ બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં રવિવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ આતંકીને ઠાર મારાયા હતાં. ઠાર કરવામાં આવેલ આતંકીમાં એક લશ્કર-એ-તૈયબાનો ઉસ્માન હતો. હાલમાંજ સોપોરમાં સુરક્ષાદળોએ પર કરાયેલા હુમલામાં તે સામેલ હતો. આ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો હતો એક નાગરિકનું મોત થયું હતું.

Share This Article