અમરેલી જીલ્લામા આવેલ રાજુલા તાલુકાના ડુંગર ગામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. રાજુલા તાલુકાના ડુંગર ગામે સ્વચ્છતાનો અભાવ સેવાઈ રહ્યો છે. ડુંગર ગામના મહત્વના રસ્તાઓ જેવા કે, મેઈન રોડ ગઢ વિસ્તાર કલ્યાણ નગર, ધરમીયા પીપળા વાળો વિસ્તાર, મગળ શેરી, એસ. ટી. બસ ડેપો જેવા અનેક જાહેર વિસ્તારમાં ગંદકી અને ઉકરડાના ઢગ જોવા મળી રહ્યા છે. આ ગંદકી ઉકરડાના કારણે કોઈ પણ પ્રકારની બિમારીનો ભોગ બનવું પડે તો નવાઈ નથી. ડુંગર ગામની હાલ અત્યારે “દત્તક લીધે લા દિકરા જેવી” થઈ છે. તેમજ અનેક વિસ્તારોમા ખુબ જ ગંદકીઓ હોવાથી મેલેરીયા, ટાઈફોઈડ, કોંગો ફીવર જેવા મહા ભયંકર રોગચાળાનો ખતરો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં મેધરાજાએ વિરામ લીધા બાદ રોગચાળાએ માથુ ઉચક્યું છે. દરમિયાન 20 દિવસમાં મેલેરિયાના 1729 અને ડેન્ગ્યુના 367 કેસ નોંધાયા છે. રાજ્યમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને રોગચાળાને અટાકવા માટે દવાના છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવ્યો છે. તેમજ રોગચાળાને લઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં રાજુલા તાલુકાના ડુંગર ગામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
